સુરતમાં ડેન્ગ્યુના 400 શંકાસ્પદ કેસ
Live TV
-
રોગચાળાને કાબુમાં લાવવા તંત્રએ હાથધરી ઈન્ટ્રાડોમેસ્ટીક કામગીરી
સુરતમાં ડેન્ગ્યુ અને વાયરલ ફીવરના દર્દીઓ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે. ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં 10 થી 15 ટકા કેસ વધુ નોંધાયા છે, જેને લઈને તંત્ર પણ પૂરતી તકેદારી રાખી રહ્યું છે. ગયા વર્ષે શહેરની તમામ પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલ થઈને 719 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધી 400 શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ વધતાં જતાં ઇન્ટ્રા-ડોમેસ્ટિક કામગીરી હાથ ધરવામાં આવી છે. કુંડા, ખાબોચિયા કે ટેરેસ પર પાણીનો ભરાવો હૉય, તે ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. સવાર સાંજ બબ્બે ટાઈમ, ફોગીંગ કરવામાં આવી રહ્યું છે. દરેક ઝોનમાં 200 જેટલા કર્મચારીને આ અંગેની કામગીરી માટે નિયુક્ત કરાયા છે, જે શેરી, રસ્તા અને ઘરમાં સ્વચ્છતા પ્રત્યે વર્તાતી બેદરકારી પ્રત્યે ધ્યાન દોરીને, નોટીસ આપીને આગળની કાર્યવાહી કરવાનું કામ કરે છે, જેથી વધતાં જતાં રોગચાળા પર કાબૂ મેળવી શકાય.