જામનગરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા
Live TV
-
જામનગરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા છે. રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ પણ જામનગરમાં નોંધાયો હતો. સેટેલાઈટ સોસાયટી વિસ્તારમાં એક વૃધ્ધ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા .જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા વૃદ્ધના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લઇને ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા હતા, જે પૈકી બે દર્દીનાં ઓમિક્રોનનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે .