જામનગર જિલ્લામાં હર ઘર દસ્તક અભિયાન થકી રસીકરણ પૂરજોશમાં
Live TV
-
દેશમાં કોરોના રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. અનેક ગામો અને શહેરોમાં રસી લેવાની લાયકાત ધરાવતા 100 ટકા લોકોને ઓરથં ડોઝ આપવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ ઘણા લોકોનો બીજો ડોઝ બાકી હોવાથી સરકાર દ્વારા 'હર ઘર દસ્તક' અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર શહેર અને જિલ્લામાં કોરોના વેકસીનનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “હર ઘર દસ્તક ઝુંબેશ” હેઠળ જામનગર કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ અને જે.એમ.સી કમિશનર વિજય ખરાડીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મીઓની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.
આ અબભીયાન હેઠળ જિલ્લા સ્તરે દરેક સબ સેંટર દીઠ ક્લાસ વન ટુ કક્ષાના નોડલ અધિકારીની નિમણૂંક પણ કરવામાં આવી છે. જેમના દ્વારા આ સર્વે કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મૂંઝવતા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરી લોકોને ખાસ સમજૂતી પણ આપવામાં આવી રહી છે.