રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના નવા 27 કેસ સાથે રિકવરી રેટ 98.74% એ પહોંચ્યો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 27 નવા કેસ નોંધાયા છે, જેની સામે 34 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થયા છે. રાજયમાં હાલ કોરોનાનો રિક્વરી રેટ 98.74 ટકા પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કુલ 308 એક્ટિવ કેસ છે. જેમાંથી 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે, અને 304 કેસો સ્ટેબલ છે. અત્યારસુધીમાં કુલ 8,16,954 લોકો કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.
આજે રાજયમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં 9, વડોદરામાં 5, રાજકોટમાં 4, સુરતમાં 3, ભાવનગરમાં 2, નવસારીમાં 2, જ્યારે ગાંધીનગર અને જામનગરમાં 1-1 કેસ નોંધાયો છે.
બીજી તરફ કોરોના રસીકરણનો પણ વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 5,08,726 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જેને મળી અત્યારસુધીમાં કુલ 7,94,60,929 લોકોને કોરોનાની રસી અપાઇ છે.