Skip to main content
Settings Settings for Dark

કોરોનાનો નવો વેરિયેન્ટ "ઓમિક્રોન" આખરે છે શું? આવો જાણીયે

Live TV

X
  • તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોના વાઇરસના નવા વેરિયેન્ટે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાના આ નવા વેરિયેન્ટને "ઓમિક્રોન" નામ આપ્યું છે. 

    કોરોનાનો આ નવો વેરિઅન્ટ ઓમિક્રોન આખરે શું છે?
    કોરોના વાઇરસના નવા વેરિયેન્ટને ઓમિક્રોન નામ કેમ અપાયું તેને સમજવા માટે પહેલા કોરોનાની વર્ણમાળાને સમજવી જરૂરી છે. કોરોના વાઇરસને ગ્રીક આલ્ફાબેટ મુજબ નામ અપાતા કોરોનાના પહેલા વેરિયેન્ટને આલ્ફા, બીજા વેરિયેન્ટને બીટા, ત્રીજા વેરિયેન્ટને ગામા અને ચોથા વેરિયેન્ટને ડેલ્ટા નામ આપવામાં આવ્યું છે. આમ સમય જતા આ શ્રેણીમાં અનેક વેરિયેન્ટ ઉમેરાતા તાજેતરમાં જ સામે આવેલો આ ઓમિક્રોન વેરિયેન્ટ 15 મો વેરિયેન્ટ છે, જેથી તેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ઓમિક્રોન નામ આપવામાં આવ્યું છે. આ ઓમિક્રોન વેરિયેન્ટ અત્યારસુધી લગભગ 9 જેટલા દેશોમાં ફેલાયો હોવાનું અનુમાન છે.

    ક્યારે ધ્યાનમાં આવ્યો કોરોનાનો નવો વેરિયેન્ટ?
    સૌ પ્રથમવાર દક્ષિણ આફ્રિકાએ 24 નવેમ્બરના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને નોંધાયેલા પહેલાં કેસની જાણકારી આપી હતી. જ્યારબાદ WHO એ નવા વેરિયન્ટને ધ્યાને લઈને દક્ષિણ એશિયાઈ દેશોને વિશેષ સતર્કતા રાખવા માટેની સૂચનાઓ આપી હતી.
    હાલમાં એમ પણ કહેવાય છે કે, વિશ્વમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિયેન્ટ જવાબદાર હતો, પરંતુ આ ઓમિક્રોન વેરિયેન્ટ ડેલ્ટા વેરિયેન્ટ કરતા પણ 7 ગણો વધુ ખતરનાક છે. કારણ કે, દક્ષિણ આફ્રિકામાં મળતા 90 ટકા કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં આશરે 210% નો વધારો થયો છે.

    શું છે ઓમિક્રોન વેરિયેન્ટના લક્ષણો?
    કોરોનાના નવા વેરિયેન્ટના લક્ષણો પણ કોરોના વાયરસ જેવા જ છે. ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તલકીફ વગેરે તેના પ્રાથમિક લક્ષણો છે. ઓમિક્રોન વેરિયેન્ટ શ્વાસો શ્વાસની બીમારીથી પિડાતા દર્દીઓ પર વધુ અસર કરે છે. આ ઉપરાંત ઓછી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોમાં પણ તે ઝડપથી ફેલાય છે.
    જોકે, વાયરસથી બચવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેક્સીન જ હાલમાં ઉપાય છે. કેટલાક વૈજ્ઞાનિકો કહી રહ્યાં છે કે, તેનું મ્યૂટેશન ઝડપથી થતું હોવાથી વેક્સીન પણ તેના પર વધુ અસરકારક નથી. તો કેટલાક વૈજ્ઞાનિકોની દલીલ છે કે, દક્ષિણ આફ્રિકાના વેક્સિનેશન ઓછું થયું હોવાથી ત્યાં તે ઝડપથી ફેલાઇ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply