નવા વેરિયન્ટ ઓમીક્રોનને લઈ સુરત મહાનગરપાલિકા તંત્ર એલર્ટ
Live TV
-
આફ્રિકાના નવા વેરિયન્ટ ઓમીક્રોનની ગંભીરતાને લઈ સમગ્ર વિશ્વના દેશોની ચિંતા વધી છે. ભારતમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગે તમામ રાજ્યોને એલર્ટ કરાયા છે. ગુજરાતમાં સુરત મહાનગરપાલિકાએ સતર્કતાના પગલે જરૂરી પગલાં લીધા છે. સુરત મનપાની ટીમે આફ્રિકાથી આવેલા 9 લોકો સહિત 3 લોકોને કોરેન્ટાઈન કર્યા છે. આ અગાઉ 119 લોકોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. કોરેન્ટાઈન કરેલા 78 લોકોના RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તો 273 લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે. જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવશે તેમના સેમ્પલ તપાસ માટે જીનોમ સિકવન્સિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવશે.15 દિવસમાં યુ.કે. સહિત 13 દેશોમાંથી સુરત આવનારા લોકો 460 છે જેમાં 9 સાઉથ આફ્રિકાથી આવેલા છે.