ગુજરાતમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા, રસીકરણનો આંકડો 8 કરોડને પાર
Live TV
-
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ મહદ અંશે કાબૂમાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 27 કોરોનાના કેસ નોંધાયા છે. 49 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.75 ટકા પર પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોનાના 262 એક્ટિવ કેસ છે, જેમાં 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો 258 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી 8,17,081 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. રાજ્યમાં સૌથી વધારે વડોદરામાં 6 કેસ નોંધાયા છે, અમદાવાદ અને સુરતમાં 5 કેસ, તો ભરૂચમાં પણ 5 કેસ નોંધાયા છે. કચ્છમાં 3 તો ભાવનગર અને જામનગરમાં એક-એક કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં ફુલ 4,94,213 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 8.05 કરોડથી વધુ લોકો વેક્સીનેટડ થઈ ગયા છે.