જામનગર મહા નગરપાલિકા દ્વારા “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળાની ઉજવણી કરવામાં આવી
Live TV
-
જામનગર મહા નગરપાલિકા દ્વારા “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કિશોરીઓની સુરક્ષા અને સશક્તિકરણ, વિવિધ યોજનાની જાણકારી, આંગણવાડીમાં નિયમિત આપવાના લાભ, પોષણ અને આરોગ્ય શિક્ષણ, ઘરેલું હિંસા, વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા
જામનગર મહાનગર પાલિકાના મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક આઈ.સી.ડી.એસ વિભાગ તથા મહિલા કલ્યાણ વિભાગ હેઠળ તમામ દીકરી જન્મને પ્રોત્સાહન, દીકરીઓના શિક્ષણ, પોષણ, બાળલગ્ન પ્રતિબંધ, સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી સદર યોજનાઓના સંકલનમાં ભારત સરકારની થીમ “કિશોરી કુશળ બનો” હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળાનું આયોજન મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષતામા ટાઉનહોલ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સાશકપક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઈ ગોસરાણી, કલેકટર સૌરભ પારધી, દ્વારા જુદા જુદા વિભાગોના મેળાના આયોજન બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
આ ઉપરાંત, કિશોરીઓની સુરક્ષા અને સશક્તિકરણ, વિવિધ યોજનાની જાણકારી, આંગણવાડીમાં નિયમિત આપવાના લાભ, પોષણ અને આરોગ્ય શિક્ષણ, ઘરેલું હિંસા, વિશે માહિતગાર કરવા તેમજ દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવને દૂર કરવા જેવા મુખ્ય વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો, સખીબહેનો, સહિત કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.