સરકાર તરફથી નેઝલ વેક્સિનની કિમત નક્કી કરવામાં આવી છે, જાણો ક્યાંથી અને કેટલામાં તમે ખરીદી શકશો આ વેક્સિન
Live TV
-
ખાનગી હોસ્પિટલમાં જીએસટી અને હોસ્પિટલના વહીવટી ચાર્જ સહિત 950ની પડશે
કોરોનાની વેક્સિન લીધા પછી 2 - 3 દિવસ સુધી હાથમાં સોજો આવવાની, હાથ દુખવાની ઘટનાથી હવે આપણે અજાણ્યા નથી. પણ નવા સમાચાર મુજબ, લોકોને હવે ઇન્જેક્શનનો ડર રાખવાની જરૂર નથી. બધા રોગો માટે નોઝલ વેક્સિન આવતા ઘણો સમય લાગશે પણ દુનિયાને દોડતી કરનાર કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસી હવે ઇન્જેક્શન વગર જ મળી શકશે.
કોરોનાથી બચવા માટે નાક દ્વારા આપવામાં આવવાર ભારત બાયોટેકની ઇન્ટ્રાનેજલ કોરોના વેક્સિન INCOVACCની કિંમત નક્કી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલોમાં નેઝલ વેક્સિન ઉપલબ્ધ થશે. જેના એક ડોઝની કિંમત 800 રૂપિયા છે. જે ખાનગી હોસ્પિટલમાં જીએસટી અને હોસ્પિટલના વહીવટી ચાર્જ સહિત 950ની આસપાસ ઉપલબ્ધ થશે.
મહત્વનુ છે કે ગત સપ્તાહે જ ભારત બાયોટેકની ઇન્ટ્રાનેજલ કોરોના વેક્સિન INCOVACC ને કોરોના રસીકરણના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રસીના 2 ડોઝ આપવામાં આવશે, પહેલા અને બીજા ડોઝ વચ્ચે 4 અઠવાડિયાનો તફાવત હોવો જરૂરી છે.