જામનગર: રાજપૂત યુવા સંગઠન દ્વારા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
જામનગરના પવનચક્કી વિસ્તારમાં રાજપૂત યુવા સંગઠન દ્વારા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહી લોકોને વેકસીનેશન અંગે પ્રોત્સાહિત કર્યા હતાં. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ૧૮ થી ૪૪ વર્ષના યુવાઓ તથા વડીલોએ રસી લઈ રસીકરણ અભિયાનમાં પોતાનો સહયોગ આપ્યો હતો. વિસ્તારના લોકો વધુમાં વધુ પ્રમાણમાં કોરોના રસી લે તેવી રાજ્યમંત્રીએ અપીલ કરી હતી તેમજ જનહિતમાં યોજવામાં આવેલ રસીકરણના આયોજન બદલ વિસ્તારના આગેવાનોને અભિનંદન પાઠવ્યાં હતા.