રાજ્યમાં કોરોનાનાં 24 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 98.75 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 24 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 31 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 98.75 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 8,14,696 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 કેસ નોંધાયા છે. તો 31 દર્દીઓ સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગની યોગ્ય કામગીરીને કારણે રાજ્યમાં રિકવરી રેટ 98.75 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનું રસીકરણ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 5,81,446 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.
સુરતમાં 6, અમદાવાદમાં 4, વડોદરામાં 6, ગાંધીનગરમાં 1, બનાસકાંઠામાં 1, ભરૂચમાં 1, જૂનાગઢમાં 1, ભાવનગરમાં 1 કેસ નોંધાયા છે.