જામનગર : લીલાવતી નેચરક્યોર રિસર્ચ સેન્ટરનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા લોકાર્પણ
Live TV
-
શાંતિ અને નિરોગીમય બનવા નેચરલ પદ્ધતિથી સારવાર
જામનગરની ભાગોળે આવેલા, લાખાબાવળ ગામે ઓશવાલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચરક્યોર રિસર્ચ સેન્ટરનું કેન્દ્રના કૃષિ રાજ્યમંત્રી પુરશોત્તમ રૂપાલા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી દ્વારા આ નેચરોપથી સેન્ટરને માં અમૃતમ યોજનામાં સામેલ કરવા પણ માગણી કરાઈ છે.જામનગર આવેલા કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે લીલાવતી નેચરક્યોર રિસર્ચ સેન્ટર લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે અને આ જમાનામાં લોકોને શાંતિ અને નિરોગીમય બનવા નેચરલ પદ્ધતિથી સારવાર ખૂબ ઓછી મળતી હતી. હવે છેવાડે આવેલ જામનગરને પણ આ લાભ મળવા જઈ રહ્યો છે તે. અંગે કેન્દ્રીય મંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી.