વેસ્ટર્ન રેલવે દ્વારા વડોદરામાં કાર્ડિકોન 2019 સેમિનારનું આયોજન
Live TV
-
વેસ્ટર્ન રેલવે વડોદરાની હોસ્પિટલ તેમજ ભારતીય રેલ એકેડમી દ્વારા બે દિવસ માટે કાર્ડિકોન 2019 તાલિમ શિબિર તથા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેસ્ટર્ન રેલવે વડોદરાની હોસ્પિટલ તેમજ ભારતીય રેલ એકેડમી દ્વારા બે દિવસ માટે કાર્ડિકોન 2019 તાલિમ શિબિર તથા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં હેલ્થકેર, કાર્ડિયાક, ઈજીસી, ચેસ્ટ પેઇન, વગેરે વિષયોને આવરી લેતા, આઠ નિષ્ણાંતો દ્વારા નવા સંશોધન અંગે માહિતી આપવામાં આવી હતી.
નર્સિગ ક્ષેત્રે સંકળાયેલ નિષ્ણાંતોએ પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા ઉપસ્થિત ડેલિગેટ્સને માહિતગાર કર્યા હતા. આ સેમિનારમાં 100 થી વધુ લોકો અને નર્સિગ કોલેજોના 130 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.