Skip to main content
Settings Settings for Dark

ડાંગની આયુર્વેદિક હોસ્પિટલ આદિવાસી વિસ્તારમાં સ્વાસ્થ્યનું નવું કિરણ

Live TV

X
  • ડાંગની આયુર્વેદિક હોસ્પિટલ આદિવાસી વિસ્તારમાં સ્વાસ્થ્યનું નવું કિરણ

    ગુજરાતના છેવાડે આવેલા અને 98% આદિજાતિ વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલી સરકારી જનરલ આયુર્વેદિક હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ હોસ્પિટલ માત્ર ડાંગ જિલ્લાના જ નહીં, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાંથી પણ દર્દીઓને આયુર્વેદિક સારવાર પૂરી પાડી રહી છે.

    20 બેડની સુવિધા ધરાવતી આ હોસ્પિટલમાં પંચકર્મ, માલિશ, સ્ટીમ બાથ, શેક અને શિરોધારા જેવી આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા સારવાર આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે, શહેરોમાં અત્યંત ખર્ચાળ ગણાતી આ તમામ સારવારો ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતેની આ સરકારી હોસ્પિટલમાં સંપૂર્ણપણે મફત આપવામાં આવે છે.

    આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આ સુવિધા વરદાન સમાન છે, જેના કારણે દૂર-દૂરથી દર્દીઓ અહીં સારવાર મેળવવા આવે છે. આ હોસ્પિટલ આદિવાસી વિસ્તારમાં સ્વાસ્થ્ય સેવાઓ સુલભ બનાવવામાં અને પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
apply