ડાંગ કલેક્ટરે જિલ્લાના આરોગ્ય વિભાગને આપ્યા નિર્દેશ
Live TV
-
વન વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન સર્પદંશના બનાવો વધુ જોવા મળે છે. જેમાં અસરગ્રસ્તોને ત્વરિત સારવાર મળી રહે તથા જિલ્લામાં સર્પદંશને કારણે થતી જાનહાનિનું પ્રમાણ ઘટાડી શકાય તે માટે, ડાંગ કલેક્ટર એન.કે.ડામોરે જિલ્લાના આરોગ્ય વિભાગને કેટલાક દિશાસૂચક નિર્દેશો આપ્યા હતા. જિલ્લામાં ખાસ કરીને ચોમાસા દરમિયાન બનતા સર્પદંશના બનાવો સામે, ગ્રામીણ પ્રજાજનોને પૂરતુ રક્ષણ મળી રહે તે માટે આગોતરા આયોજન સાથે એકશન પ્લાન ઘડી કાઢવા સૂચના આપી હતી. જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા સિવિલ હોસ્પિટલ ખાતે એન્ટી સ્નેક વેનમ ઇન્જેકશનનો પુરતો જથ્થો ઉપલબ્ધ રાખવા સાથે, સંભવિત રોગચાળાને નાથવા માટે પણ જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવા બાબતે માર્ગદર્શન આપ્યુ હતું.