તાપીઃ સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે 25 ઓક્સિજન કંસન્ટ્રેટર્સનું લોકાર્પણ
Live TV
-
તાપી જિલ્લામાં બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે 25 ઓક્સિજન કંસન્ટ્રેટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમિત નાગરિકોને ત્વરિત સારવાર મળી રહે તે માટે સરકારની સાથે સાથે સેવાભાવી સંસ્થાઓ પણ કામ કરી રહી છે ત્યારે તાપી જિલ્લામાં બારડોલીના દિવાળી બેન ટ્રસ્ટ દ્વારા રૂપિયા 17 લાખની કિંમતના 25 ઓક્સિજન મશીનોની ભેટ આપવામાં આવી હતી. ટ્રસ્ટના ડાયરેક્ટર મુકેશભાઈ ભગત દ્વારા મશીનને વાપરવાની સઘન તાલીમ મેડિકલ ઓફિસર્સને પ્રેઝન્ટેશન દ્વારા, લાઇવ ડેમો દ્વારા, આપવામાં આવી હતી.