તાપીના અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકોને મળી રહ્યો છે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ
Live TV
-
આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત તાપીના અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો મોટા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે. સોનગઢના ચીમેર ગામના ખેડૂત દિલીપભાઈ ગામિતની નવ માસની દીકરીને ન્યુમોનિયા થયો હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જેનો ખર્ચ રૂપિયા 70 હજાર થશે તેવું ડોક્ટરોએ જણાવ્યું હતું. પરંતુ સામાન્ય ખેડૂત પરિવારની દીકરી હોવાને કારણે આ સારવાર મુશ્કેલ હતી. છતાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ આ નવ માસની દીકરીને વ્યારાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને હવે તે આરામ અનુભવી રહી છે. આમ આર્થિક સંકળામણ દૂર થતાં ખેડૂત પરિવારે રાહતનો દમ લીધો હતો.