ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા તમાકુ સેવન ન કરવા અંગે વર્કશોપનું આયોજન કરાયું
Live TV
-
ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા તમાકુ સેવન ન કરવા અંગે જાગૃતતા લાવવા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ જનતામાં તમાકુના સેવનથી વિવિધ પ્રકારના કેન્સરના રોગો થઈ શકે છે અને તેના કારણે મૃત્યુ આંકમાં વધારો થાય છે જે અંગે જાગૃતિ લાવવા માટે જાહેર સ્થળો ઉપર તમાકુના ઉત્પાદનના ઉપયોગ અંગેના દંડાત્મક કાનૂની નિયમોની માહિતી આપવા માટે એક વર્કશોપનું આયોજન થયું હતું. તમાકુના સેવનને કારણે શરીરના વિવિધ અવયવો ઉપર પડતી નકારાત્મક અસરો વિશે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ સમજ આપી હતી.