સરકારની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત યોજના દર્દીઓ માટે બની આશિર્વાદરૂપ
Live TV
-
ઉત્તર ગુજરાતના ગાંધી તરીકે જાણીતા સ્વ.વસંત પરીખ અને તેમના પત્ની પ્રભાદેવીએ ગાંધી વિચારોને જીવનમાં સાંગોપાંગ અપનાવીને સાચા અર્થમાં જરૂરિયાતમંદોને ટેકો આપ્યો છે.
સમગ્ર દેશમાં લોકો સરકારની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લઈ રહ્યા છે. ગરીબોને સારામાં સારી સુવિધા આપતી આ યોજના અનેક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વડનગરની રક્તપ્રભા હોસ્પિટલમાં તમામ બીમારીની સારવાર તેમજ ઓપરેશન આયુષ્યમાન ભારત સહિતની સરકારી યોજનાઓ અંતર્ગત વિના મૂલ્યે થઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતના ગાંધી તરીકે જાણીતા સ્વ.વસંત પરીખ અને તેમના પત્ની પ્રભાદેવીએ ગાંધી વિચારોને જીવનમાં સાંગોપાંગ અપનાવીને સાચા અર્થમાં જરૂરિયાતમંદોને ટેકો આપ્યો છે. આ હોસ્પિટલો ખાતે બે દર્દીઓને આયુષ્યમાન યોજના હેઠળ મોતીયાનાં ઓપરેશન ફેકો મશીન દ્વારા તદ્દન મફતમાં કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લાભાર્થીઓને આવવાજવા ભાડા પેટે 300 રૂપિયા પણ અપાયા હતા.