દમણમાં માસિક ધર્મ અને આરોગ્ય સંબંધિત માહિતી આપતો કાર્યક્રમ
Live TV
-
સચ્ચી સહેલી ગ્રુપ દ્રારા શ્રમિક મહિલાઓને માસિક ધર્મ પ્રત્યે ફેલાવાયેલા ખોટા ભ્રમને દુર કરવામાં આવ્યો
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા ઉમંગ કાર્યક્રમનુ આયોજન રાખવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં બાંધકામ સાઈટ પર કાર્યરત મહિલાઓને માસિક ધર્મ અને આરોગ્ય સંબંધિત માહિતી આપવામાં આવી અને માસિક ધર્મના સમયે ઉપયોગી કીટનુ વિતરણ પણ કરવામાં આવ્યુ. કાર્યક્રમનો શુભારંભ આરોગ્ય સચિવ ઍસ.ઍસ.યાદવ, સચ્ચી સહેલી ઍનજીઓની ચેયરમેન સુરભી સિંહ, મિશન ડાયેરક્ટર ગુરપ્રિત સિંહ સહિત અન્ય સભ્યો દ્રારા કરવામાં આવ્યુ. સચ્ચી સહેલી ગ્રુપ દ્રારા શ્રમિક મહિલાઓને માસિક ધર્મ પ્રત્યે ફેલાવાયેલા ખોટા ભ્રમને દુર કરવામાં આવ્યો.