તાપીની સિવિલ હોસ્પિટલ કાયાકલ્પ કાર્યક્રમમાં સતત બીજા વર્ષે પ્રથમ
Live TV
-
ભારતના દરેક રાજ્યોમાં સરકારી હોસ્પિટલો ને વધુ સુંદર, સગવડયુક્ત અને સ્વચ્છ બનાવવાના હેતુસર સરકાર દ્વારા કાયાકલ્પ કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે.
જેમાં દરેક રાજયના જિલ્લાઓમાં આવેલી સરકારી હોસ્પિટલોને નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ વખતે તાપી જિલ્લાની સિવીલ હોસ્પીટલે ,ગુજરાત રાજયમાં સતત બીજા વર્ષે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જેને લઈને સમગ્ર હોસ્પિટલનો સ્ટાફ તેમજ તાપી જિલ્લાવાસીઓમાં ગર્વની લાગણી જોવા મળી રહી છે.