અમદાવાદના ડૉક્ટરોએ સર્જ્યો ચમત્કાર, જટિલ સર્જરી કરી કિશોરને નવજીવન આપ્યું
Live TV
-
11 હજાર વોલ્ટના કરન્ટ બાદ કિશોરનું હ્રદય ખુલ્લું પડી ગયું હતું, 3 સર્જરી બાદ નવજીવન મળ્યું
જોધપુર જિલ્લાના મથાણિયા ગામમાં રહેતા અને ધોરણ 12માં ભણતા દિનેશ પરિહારે પોતાના ફાર્મમાં ભૂલથી 11 હજાર વોલ્ટના વાયરને પકડી લીધો હતો. જેથી કરંટ લાગત તેના હાથ અને આંગળીઓ બળીને રાખ થઈ ગઈ હતી. આ કરંટ એટલો ભયાનક હતો કે, દિનેશના હ્રદયની આસપાસ એક ખાડો પડી ગયો અને હ્રદયને પણ નુક્સાન પહોંચ્યું હતું.આ કરંટ લાગ્યા બાદ દિનેશ બેભાન થઈ ગયો હતો. જે બાદ તેના પરિવારજનો તેને જોધપુરની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ ત્યાં તેની સારવારથી પરિવારજનોને સંતોષ ના થતા દિનેશને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાનું નક્કી કર્યું હતું.સ્ટર્લિંગ હોસ્પિટલના કાર્ડિઓ સર્જન ડૉ સુકુમાર મેહતા, ડૉ નિરવ મેહતા, પ્લાસ્ટિક સર્જન ડૉ વિજય ભાટિયાની ટીમે દિનેશની સારવાર શરૂ કરી. જેમાં 11 સપ્ટેમ્બર 2019ના રોજ દિનેશનું પ્રથમ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં હૃદય પરથી એક બાદ એક બળીને નિષ્ક્રિય થઈ ગયેલા શરીરના તમામ ભાગ કાઢી લેવામાં આવ્યા હતા. જે બાદ ડોક્ટરોની ટીમે અન્ય બે જટિલ સર્જરી કરીને દિનેશનો જીવ બચાવ્યો.11 સપ્ટેમ્બર 2019ના રોજ દિનેશનું પહેલું ઑપરેશન કરવામા આવ્યુ હતું જેમાં તેના હૃદય પરથી એક પછી એક બળીને નિષ્ક્રીય થઈ ગયેલા તમામ ભાગ કાઢી લેવાયા હતા. ખુલ્લા પડી ગયેલા હૃદયને દર્દીના જમણા પડખાની બાજુથી સ્વસ્થ ચામડી અને સ્નાયુઓનો એક ભાગ લઈ હૃદયને કવર કરવામા આવ્યુ હતુ. પછી થી બીજા ઓપરેશન કરવામા આવ્યા હતા. કુલ મળીને દોઢ મહીનાની સારવાર બાદ દર્દી સ્ટેબલ થઈ શક્યો.
ઑપરેશનમાં સામેલ હ્રદયના સર્જન ડૉ. સુકુમાર મેહતા અને ક્રીટીકલ કેર નિષ્ણાંત નિરવ વિસાવડીયાએ જણાવ્યુ હતુ કે આઈ.સી.યુમાં જઈ દર્દીને જોયો ત્યારે છાતીના આગળના ભાગમાં મોટું ગાબડું હતુ. એક વેંત જેટલા વર્તુળાકાર એરીયામાં ગાબડું પડી ગયું હતું. તે ગાબડાની ઉંડાઈ કેટલી છે તે જાણવું પણ મુશ્કેલ હતું અમને લોગ્યુ કે તે ગાબડું હ્રદયના અંદરના ભાગ સુધી હશે અને એવું જ થયું એટલે માત્ર છાતીની ચામડી નહીં પરંતુ ચરબી તેની નીચેનું તેની નીચેની પાસળીઓ પણ બળી ગયા હતા અને ડેડ થઈ ગયા હતા અને તેની નીચે ફેફસા અને હ્રદયની આજુબાજુના આવરણ પર પણ બર્ન્સની અસર હતી, એટલે આ એક ચેલેન્જીંગ જટીલ કેસ હતો મારી કારકીર્દીમાં હાઇટેન્શન કરંટથી હ્રદયને આ રીતે નુકસાન થયું હોય તેવું મેં પ્રથમવાર જોયુ અને અમે પછી ઈન્ટરનેટ પણ લિટરેચર દ્વારા આ કેસ બાબતે સર્ચ કર્યુ. આ રીતે હ્રદય સુધી હાઈટેન્શન કરંટથી ગાબડું પહોચી ગયું હોય તેવું આજદિન સુધી ઈતીહાસમાં થયું નથી.