દમણઃ આયુષ્યમાન યોજના થકી બે લાભાર્થીઓના ફ્રીમાં થયા ઑપરેશન
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય વીમા યોજના જરુરિયાતમંદ લોકો માટે વરદાન સાબિત થઈ રહી છે. આ યોજનામાં અનેક લોકોના મફતમાં ઓપરેશન થઈ રહ્યા છે. દમણના મરવડ હોસ્પિટલમાં સુનિલરાય અને દુર્ગાદેવી એમ બે લાભાર્થીઓનું અઢી લાખ રુપિયાનુ ઓપરેશન આયુષ્માન કાર્ડથી મફતમાં કરવામાં આવ્યું હતું.
ઓપરેશન પછી બન્ને દર્દી સ્વસ્થ છે અને પોતાના કામ પણ કરી રહ્યા છે. બિહારમાં રહેતા સુનિલ રાયને સ્પાઇન ટીબીની બિમારી હતી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં આ ઓપરેશન માટે 2 થી 2.50 લાખ રુપિયાનો ખર્ચ બતાવામાં આવ્યો હતો. જોકે આયુષ્માન કાર્ડમાં મરવડ હોસ્પિટલમાં તેમનું સ્પાઇન ટીબીનુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. જેથી મફતમાં ઓપરેશન થયું હતું. જ્યારે દુર્ગાદેવીને નસમાં દબાણની બીમારી હતી. તેમના પતિ કંપનીમાં વર્કર છે અને 1 થી 1.50 લાખના ખર્ચ કરવા સક્ષમ ન હતા.
તેમને પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાની માહિતી મળી હતી. મરવડ હોસ્પિટલમાં તેમના આયુષ્માન કાર્ડ બનાવ્યા પછી મફત ઓપરેશન કરવામાં આવ્યું હતુ. દમણ મરવડ હોસ્પિટલના ડોક્ટર દ્વારા આયુષ્માન યોજનાની માહિતી પણ આપવામાં આવે અને આ કાર્ડ બનાવા માટે સહકાર પણ કરવામાં આવે છે.