વર્લ્ડ હિયરિંગ ડેઃ સિવિલ ખાતે 500 બાળકોનું નિઃશુલ્ક કોકલીયર ઈમ્પલાન્ટ
Live TV
-
ભારતની બીજી સૌથી સામાન્ય વિકલાંગતા અંગે જન જાગૃતિ માટે કરાઈ ઉજવણી
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર ની મદદ અને જહેમતથી કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવીને સાંભળતા અને બોલતા થયેલા રાજ્યના 500 બાળકો અને તેમના વાલીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
શાળા આરોગ્ય કાર્યક્રમનો લાભ મેળવીને સરકારી મેડિકલ કોલેજમાં વિના મૂલ્યે, તેમની સારવાર થઇ હતી. આ બાળકો ,જન્મ જાત ,શ્રવણ શક્તિ ધરાવતા ન હોતા. કાર્યક્રમમાં આ બાળકોએ રાષ્ટ્રગાન પણ કર્યું હતું. આ તમામ બાળકો, આજે સાંભળી શકે છે. કાર્યક્રમમાં ભાગ લેવા રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિદ્યાર્થી લાભાર્થી પણ આવ્યા હતા.