સાબર ડેરી દ્વારા પશુપાલકો માટે "દેશી ઔષધી ઉત્પાદન કેન્દ્ર'' શરુ
Live TV
-
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને મળશે લાભ
રાજ્યનાં 22 દૂધ ઉત્પાદક સંઘો પૈકી સાબરકાંઠાની સાબર ડેરી દ્વારા પશુ સંવર્ધન માટે પહેલી વાર આયુર્વેદિક દવાઓ વિકસાવવાના કેન્દ્રનું લોકાર્પણ કરાયુ હતું. તેની સાથે જ પશુઓના સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચારની પણ શરૂઆત થઈ છે. મોટાભાગે દૂધ ઉત્પાદક સંઘો, દૂધ ઉત્પાદન વધારવા માટે બીપી તેમજ પશુઓના સ્વાસ્થ્ય માટે વિલાયતી દવાઓનો સહયોગ લેતા હોય છે.
સાબર ડેરી દ્વારા શરૂ કરાયેલી આ નવી પહેલમાં સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને આયુર્વેદિક દવાઓનું વેચાણ અને તેમના પશુઓના સ્વાસ્થ્ય માટે માર્ગદર્શન અપાશે. અમૂલ ફેડરેશનના ચેરમેન દિલીપ રથ દ્વારા આ પહેલની શરૂઆત કરાઈ છે.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરવાની સાથે-સાથે હવે પશુઓ ની દેખ રેખ રાખવા માટેની તાતી જરૂરિયાત હોવાના પગલે આ પ્રયાસ હાથ ધરવા માં આવ્યો છે અને આગામી સમયમાં આ પ્રયાસને રાજ્યના અન્ય ભાગો માં પણ લઈ જવામાં આવશે.