દરેક રાજ્યને બે કરોડ વેક્સિનના ડોઝ વધારાના આપવામાં આવી રહ્યા છે: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી
Live TV
-
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાએ જણાવ્યું છે કે સરકાર રાજ્યોને સતત વેક્સીનનો જથ્થો પુરો પાડી રહી છે. જેમાં હવે, રાજ્યોએ પ્રાથમિકતાને આધારે શિક્ષકોનું વેક્સિનેશન કરાવવું જોઇએ. ટ્વીટ સંદેશના મારફતે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ મહિને દરેક રાજ્યને બે કરોડ વેક્સિનના ડોઝ વધારાના આપવામાં આવી રહ્યા છે. ત્યારે પાંચ સપ્ટેમ્બર ઉજવવામાં આવતા શિક્ષક દિવસની ઉજવણી પહેલા રાજ્યો તમામ શિક્ષકોને વેક્સિનનો ડોઝ આપે.
કોરોનાની સામે રસીકરણ એ જ પ્રતિકાર માટેનું અમોઘ શસ્ત્ર આજની તારીખે છે જેનો મહત્તમ લાભ લેવા માટે સરકાર તરફથી અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.