Skip to main content
Settings Settings for Dark

દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જાનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

Live TV

X
  • દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જાનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડાયાબિટીસ એ એક જાહેર આરોગ્ય પડકાર છે જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. જે નિવારણ, વહેલું નિદાન, અસરકારક વ્યવસ્થાપન અને ડાયાબિટીસની સંભાળની સમાન પહોંચ અને રોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વ્યાપક પગલાંની તાત્કાલિક જરૂરિયાતની અગત્યતા દર્શાવવા વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે.
    આ વર્ષે વિશ્વડાયાબિટીસ દિવસની વિષય વસ્તુ “બ્રેકિંગ બેરિયર્સ એન્ડ બ્રિજિંગ ગેપ્સ”છે. જે સુનિશ્ચિત કરે છે કે ડાયાબિટીસ ધરાવતી દરેક વ્યક્તિ ઉચ્ચ-ગુણવત્તાવાળી, સસ્તી સારવાર મેળવી શકે અને કાળજીમાં અસમાનતાને દૂર કરવા માટે સરકારો, આરોગ્ય સંસ્થાઓ અને સમુદાયો વચ્ચે સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માત્ર ડાયાબિટીસના જોખમી પરિબળોને ઘટાડવા માટે જ નહીં પરંતુ આ સ્થિતિથી પીડિત લોકોને સતત સહાય પૂરી પાડવામાટે એક સંકલિત અભિગમની માંગ કરે છે. 2023માં પ્રકાશિત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-આઈસીએમઆર ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ભારતમાં લગભગ 101 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
apply