દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પોષણ આહાર સપ્તાહનો પ્રારંભ કરાયો
Live TV
-
સામરવરણી ખાતે પ્રશાસકના સલાહકાર અને આરોગ્ય સચિવ એસ.એસ.યાદવની અધ્યક્ષતામા કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી.
દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા મંગળવારના રોજ દરેક આંગણવાડી સેન્ટર ખાતે અને પીએચસી સેન્ટર ખાતે રાષ્ટ્રીય પોષણ આહાર સપ્તાહનો પ્રારંભ કરવામા આવ્યો હતો. સામરવરણી ખાતે પ્રશાસકના સલાહકાર અને આરોગ્ય સચિવ એસ.એસ.યાદવની અધ્યક્ષતામા કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી.
સારી સેહત માટે પોષણ આહાર ઘણું જરૂરી છે,જેના અંગે ધાત્રી માતાઓને જાણકારી આપવામા આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે સ્વાભિમાન પૂરક પોષણ આહાર કીટ અને શુભેચ્છા કીટ આપવામા આવી હતી.
પ્રદેશની 20 આંગણવાડીમા એક નોડલ ઓફિસર મૂકવામાં આવ્યા છે. પ્રદેશના ઘણા વિસ્તારો એવા છે જ્યાં માતા અને બાળકો આરોગ્ય સેવાથી વંચિત છે,એવી મહિલાઓ અને બાળકોને ડિપાર્ટમેન્ટ તરફથી શુભેચ્છા કીટ આપવામા આવે છે. ઉપરાંત પ્રદેશમા છોકરીઓની સંખ્યા ઓછી છે જેને પ્રોત્સાહન આપવા માટે જે માતાએ બાળકીને જન્મ આપ્યો હોય તેવી માતાને સ્વાભિમાન કીટ આપવામા આવે છે.
પ્રશાસન દ્વારા સ્પેશિયલ એલઆઇસીની પોલિસી પણ આપવામા આવે છે. જેમાં બાળકી 18વર્ષની થાય ત્યારે એના પરિવારને અંદાજીત 4 લાખ રૂપિયાની મદદ મળી રહે. આ આહાર સપ્તાહ પ્રસંગે આરોગ્ય સચિવ એસ.એસ.યાદવ, કલેકટર કન્નન ગોપીનાથન, પાલિકા સીઈઓ મોહીતકુમાર મિશ્રા, સ્વાસ્થ્ય નિર્દેશક ડો.વી.કે.દાસ, નમ્રતા પરમાર ડો.એ.કે.માહલા, એ.એન.એમ આશાવર્કરો અને લાભાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા.