21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે
Live TV
-
ભારત સ્વાભિમાન ટ્રસ્ટ અને પતંજલી યોગ સમિતિ દ્વારા લોકોમાં જનજાગૃતિ ફેલાવવા માટે શુક્રવારે અમદાવાદમાં એક યોગ રેલીનું આયોજન કરવામાં આવ્યું.
ભારત સ્વાભિમાન ટ્રસ્ટ અને પતંજલી યોગ સમિતિ દ્વારા 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે લોકોમાં જનજાગૃતિ ફેલાવવા માટે શુક્રવારે અમદાવાદમાં એક યોગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પંતજલિ યોગ સમિતિ ગુજરાત એકમના પ્રભારી શીશપાલજીની આગેવાનીમાં આ યોગ રેલી સરદાર પટેલ સ્ટેડિયમથી શરૂ થઈ. વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આગામી 16થી 21 જૂન દરમિયાન સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા ખાતે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં યોગાભ્યાસ સાથે સાથે તેનાથી થતાં ફાયદાની પણ સમજ આપવામાં આવશે.