સોસાયટરી ઓફ ન્યુરો વાસ્ક્યુલર ઈન્ટરવેન્શન્સ એન્ડ સ્ટ્રોક સી.એન.ઈ.ની ત્રીજી વાર્ષિક બેઠકનું આયોજન
Live TV
-
સેમિનારમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરના 400થી વધુ ડોકટરો ભાગ લધો.
સોસાયટરી ઓફ ન્યુરો વાસ્ક્યુલર ઈન્ટરવેન્શન્સ એન્ડ સ્ટ્રોક સી.એન.ઈ.ની ત્રીજી વાર્ષિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય સેમિનાર 15 જૂનથી 17 જૂન દરમ્યાન યોજવામાં આવ્યો છે. આ સેમિનારમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરના 400થી વધુ ડોકટરો ભાગ લઈ રહ્યાં છે. છેલ્લા દસ વર્ષમાં ભારતીય દર્દીઓમાં બ્રેઈન સ્ટ્રોકને કારણે મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બ્રેઈન સ્ટ્રોકની સારવાર તાત્કાલિક ન થાય તો તેનાથી વિકલાંગતા તથા શરીરના વિવિધ અંગોમાં લકવા ની અસર થઈ શકે છે. અત્યારે ઘણા ન્યુરોવાસ્ક્યુલર રોગોની સારવાર મસ્તિકના ઓપરેશન વિના થઈ શકે છે. મગજમાં સાકડી રક્તવાહિનીમાં સ્ટેન્ટ મૂકવું, બ્લોક થયેલી રક્ત વાહિનીઓમાંથી લોહીના ગઠ્ઠાં દૂર કરવા અને મગજની અસાધારણ રક્ત વાહિનીનું એમ્બોલાઈઝેશન કરવા જેવી સારવાર આપી, ન્યુરોલોજિક્લ રોગોના ઈલાજ થઈ શકે છે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્ટ્રોક વિશે સામાન્ય જાણકારીઓથી વાકેફ કરવાનો સારવારનાં વિવિધ પાસાંઓની સમજણ આપવાનો તથા ભારતમાં કેવી રીતે માળખાગત અને હેલ્થ કેર સુવિધાઓમાં સુધારો થઈ રહ્યો છે. એ વિશે માહિતી પ્રદાન કરવાનો છે. ડૉ. મુકેશ શર્માએ જણાવ્યું હતું , કે ભારતમાં ફકત 2 થી 3 ટકા દર્દીઓ ને જ , મહત્વપૂર્ણ સમયગાળામાં સારવાર મળે છે.