દમણઃ શ્રમિક દિનથી શરૂ થયેલી આરોગ્ય મોબાઈલ વાનથી શ્રમિકોના પરિવારો ખુશ
Live TV
-
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા, પહેલી મે, શ્રમિક દિનના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં શ્રમયોગી સ્વાસ્થ્ય સેવાનો આરંભ કરવામાં આવ્યો હતો
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા, પહેલી મે, શ્રમિક દિનના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં શ્રમયોગી સ્વાસ્થ્ય સેવાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ આરોગ્ય સેવાનો લાભ દમણના શ્રમિકો સુધી પહોંચી રહ્યો છે.
આ સેવા થકી દમણમાં બે આરોગ્ય મોબાઇલ વાન શરૂ કરવામાં આવી છે. જે શ્રમિકોની ચાલી-મકાનો અને ઔદ્યોગિક વિસ્તારો સુધી પહોંચીને કામદારો તથા તેમના પરિવારજનોને વિનામુલ્યે આરોગ્ય સેવા આપી રહી છે.
દમણમાં 2500થી વધુ ઔદ્યોગિક કંપનીઓ છે અને લાખો શ્રમિક પરિવારો વસે છે. એવામાં ઘરે બેઠા આરોગ્ય સેવાઓ મળતાં શ્રમિકો પણ આ સેવાથી ખુશ છે. મોબાઇલ વાનના તબીબ અને આરોગ્ય ટીમ વિનામુલ્યે દર્દીને તપાસીને દવા પણ આપે છે. જેના પગલે તેમના સ્વાસ્થયમાં પણ ઝડપથી સુધારો થઈ રહ્યો છે.