દીવમાં મેલેરિયા વિરોધી માસની ઉજવણી શરૂ
Live TV
-
સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોધલા ખાતે યોજાયો સેમિનાર
દીવ આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા વિરોધી માસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોધલા ખાતે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં આગામી ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત વાહકજન્ય રોગ જેમ કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાથી બચવા આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય ઓફિસર ડૉ. સુલતાન દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી પ્રાથમિક માહિતી અપાઈ હતી. આ સેમિનારમાં તમામ મેડિકલ ઓફિસર, ફિલ્ડ સ્ટાફ, આંગણવાડી સ્ટાફ, આશાવર્કરો તેમજ મેલેરિયા સ્ટાફ હાજર રહી માહિતી મેળવી હતી.