Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં ટોબેકો દિનની ઉજવણી કરાઇ

Live TV

X
  • ફેઇથ ફાઉન્ડેશનના યુવાનોએ સાથે મળી વોકેથોનનું આયોજન કરાયું.

    આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે. આ દિવસે દેશ અને દુનિયામાં તમાકુથી થનારા નુકશાન વિશે જાણકારી આપીને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વડોદરામાં પણનો ટોબેકો દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરામાં ફેઇથ ફાઉન્ડેશન દ્વારા યુવાનોને તમાકુના વ્યસનમાંથી મુક્તિના પ્રચાર અને પ્રસાર માટે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વોકેથોનમાં પોસ્ટરો અને બેનરો સાથે તમાકુનું સેવન ન કરવા માટેના સંદેશાઓ તેમજ કેન્સર અંગેની અવરનેસ માટેનો પ્રચાર કરવામાં આવ્યો હતો. વોકેથોન કમાટીબાગ બસ સ્ટેન્ડથી કાલા ઘોડા સર્કલ થઇ બસ સ્ટેન્ડ પરત ફરી હતી. વોકેથોનમાં ફેઇથ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ, કેન્સર હોસ્પિટલના ડોકટરો, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply