દેવભૂમિ ઋષિકેશમાં યોગ શિબિર, 90 દેશના લોકો પહોંચ્યા યોગ કરવા
Live TV
-
ઋષિકેશમાં ઈન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલ 2018નું આયોજન, ભારતીય યોગ પદ્ધતિને શિખવા ભારત પહોંચ્યા છે વિદેશ નાગરિકો
ઉત્તર ભારતના ઋષિકેશમાં ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. ઉત્તરાખંડના ઋષિકેશમાં 1 માર્ચથી શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય યોગા કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં 90 દેશના યોગ શિક્ષકો અને યોગના શિશ્યો ઋષિકેશ પહોંચ્યા છે. ગંગા તટે આવેલા પરમાર્થ નિકેતન આશ્રમ ખાતે આયોજિત યોગ ફેસ્ટિવલ 7 માર્ચ સુધી ચાલશે.
યોગથી શરીરમાં સ્ફૂર્તિ અને એકાગ્રતા આવે છે, આ સાથે જ તણાવમુક્ત જિંદગી માટે પણ ખૂબ જ અસરકારક બને છે. હજારો વર્ષો જુની યોગની પરંપરાને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રાધાન્ય મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મળ્યું છે, અને વિશ્વના લોકો યોગ કરી શરીરને તંદૂરસ્ત રાખી રહ્યા છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક