તાપી જિલ્લામાં કર્મચારીઓને નિમણૂક હૂકમ, કર્મચારીઓએ કર્યું રક્તદાન
Live TV
-
તાપી જિલ્લાની આરોગ્ય અને જિલ્લા પંચાયતમાં કામ કરતા આરોગ્ય શાખાના કર્મચારીઓને અપાયા નિમણૂક પત્ર, કર્મચારીઓએ કર્યું રક્તદાન
તાપી જિલ્લાની આરોગ્ય શાખા અને જિલ્લા પંચાયત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જિલ્લા આરોગ્ય શાખા અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના નિયમિત નિમણૂકનો હુકમ કાર્યક્રમ પ્રસંગે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જિલ્લાના 117 કર્મચારીઓને નિયમિત નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. કર્મચારીઓની નિમણૂક હુકમ કાર્યક્રમમાં રક્તદાન કાર્યક્રમ યોજી 35 જેટલી બોટલ રક્ત એકત્રિત કરાયું હતું. જે ખૂબ જ સરાહનિય વાત છે.
તાપી જિલ્લામાં 7 તાલુકાઓના કુલ 246 સબ સેન્ટરો પર 203 જેટલા ફિક્સ વેતન હેલ્થ વર્કરો હાલ કાર્યરત છે.જે પૈકી 2012 માં ફિક્સ વેતન પર નિમણૂંક થયેલા 117 વર્કરોના પાંચ વર્ષ પૂર્ણ થતાં તેમને કાયમી નિમણૂક અપાઈ હતી.
