દેવભૂમિ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ અભિયાન પૂર જોશમાં
Live TV
-
18 થી 44 વર્ષની વય ધરાવતા લોકોનું રસીકરણ શરુ થતા, વહેલી સવારથી જ લોકોએ રસી લેવા લાઈન લગાવી
તાજેતરમાં જ સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં 18 થી 44 વર્ષની વય ધરાવતા લોકોનું રસીકરણ શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વિરોધી રસી લેવા માટે લોકોમાં જાગૃતિ જોવા મળી હતી. ખંભાળિયા નજીક આવેલ ધરમપુર ગામે રસીકરણ શરુ થાય એ પહેલા વહેલી સવારથી જ લોકોએ રસી લેવા લાઈન લગાવી હતી. તો બીજી બાજુ સ્થાનિક તંત્ર દ્વારા પણ વધુમાં વધુ લોકો કોરોના વિરોધી રસી લે તેવી અપીલ કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીક આવેલ ધરમપુર ગામે સરકાર દ્વારા રસીકરણ સેન્ટર ફાળવવામાં આવ્યું હતું. જેને પગલે લોકોમાં રસી લેવા ઉત્સાહ જોવા મળ્યો હતો. તો તંત્ર દ્વારા પણ રસીકરણ સેન્ટર ખાતે લોકોને તકલીફ ન પડે તે માટે વેઇટિંગ રૂમ, પીવાના પાણી વગેરે જરૂરિયાત મુજબની સુવિધા ઉભી કરવામાં આવી છે.