જૂનાગઢના મહિલા મોરચાએ રક્તદાન શિબિરનું કર્યું આયોજન
Live TV
-
જૂનાગઢમાં 150 યુનિટ રક્ત એકત્રિત કરાયું તો બીજી બાજુ ડાંગમાં યોજાયેલ રક્તદાન શિબિરમાં પણ 35 યુનિટ રક્તદાન થયું
જૂનાગઢમાં મહિલા મોરચા દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવેલા આ બલ્ડ ડોનેશન કેમ્પમાં 200 જેટલી બહેનોએ ઉત્સાહ બતાવ્યો હતો. આ રક્તદાન થકી લગભગ 150 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવી હતી.
આ ઉપરાંત ડાંગ જિલ્લામાં પણ થેલેસેમીયા અને સિકલ સેલ એનિમિયાનું પ્રમાણ વધુ હોય તેવા દર્દીઓને સમયસર લોહી મળી રહે તે હેતુથી જિલ્લાના આહવા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જિલ્લાના નવ યુવાનો દ્વારા રક્તદાન કરી, 35 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. આ શિબિરનુ ઉદ્ઘાટન ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલે કર્યું હતું.