બનાસકાંઠા: પાલનપુર સિવિલ ખાતે થઇ રહી છે મ્યુકરમાઇકોસીસની સારવાર
Live TV
-
37 લાખનાં ખર્ચે એન્ડોસ્કોપીનાં સાધનો વસાવી, મ્યુકરમાઇકોસીસના દર્દીઓને પાલનપુરમાં જ આપવામાં આવી રહી છે સારવાર
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં હવે મ્યુકરમાઇકોસીસની સારવાર શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલ બનાસડેરીના ગલબાભાઈ ટ્રસ્ટ સંચાલિત હોવાથી ટ્રસ્ટ દ્વારા રૂ. 37 લાખનાં ખર્ચે એન્ડોસ્કોપીનાં સાધનો વસાવી હવે મ્યુકરમાઇકોસીસના દર્દીઓને અમદાવાદ ખસેડવાની જગ્યાએ હવે પાલનપુરમાં જ સારવાર આપવામાં આવી રહી છે.
મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ.સુનિલ જોશી આ બાબતે જણાવે છે કે, પાલનપુર સિવિલ ખાતે આ સાધનો વસાવ્યા બાદ અત્યાર સુધીમાં સાત દર્દીઓની એન્ડોસ્કોપી કરવામાં આવી છે, તેમજ અત્યાર સુધીમાં મ્યુકરમાઈક્રોસિસનાં કુલ 49 દર્દીઓને તપાસવામાં આવ્યા છે. જેમાંથી 36 દર્દીઓને આગળ રીફર કરાયા છે, જ્યારે એક દર્દીનું મોત નીપજ્યું છે.