દેશભરમાં ઓમિક્રોનના લગભગ 2,135 કેસ આવ્યા સામે, 828 દર્દીઓ સારવાર બાદ થયા સાજા
Live TV
-
દેશભરમાં ઓમિક્રોનના લગભગ 2 હજાર 135 કેસ સામે આવ્યાં છે.આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર તેમાથી 828 લોકો સારવાર બાદ સાજા થયા છે.Omicronના સૌથી વધુ 653 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યાં છે.જ્યારે દિલ્હીમાં આ આંકડો 464 થયો છે. કેરળમાં Omicron થી 185 લોકો સંક્રમિત છે.રાજસ્થાનમાં 174, ગુજરાતમાં 154,તમિલનાડુમાં 121 Omicronના કેસ નોંધાયા છે. દેશભરમાં રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 156 કરોડ 76 લાખ થી વધુ રસી લોકોને આપવામાં આવી છે.ગઇકાલે દેશભરમાં 66 લાખ 21 હજાર 396 લોકોને કોવિડની રસી આપવામાં આવી હતી. આજે રાષ્ટ્ર વ્યાપી રસીકરણ અભિયાનને એક વર્ષ પુરુ થવા જઇ રહ્યું છે અને 70 ટકા પાત્ર જનતાને કોરોનાની રસીના બે ડોઝ અપાઇ ચુક્યાં છે.કોરોના સંક્રમણના દૈનિક કેસમાં વધારો નોંધાયો છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 71 હજાર 202 કેસ નોંધાયા છે.જે 24 કલાક પહેલા 2 લાખ 68 હજાર 833 કેસ સામે આવ્યાં હતાં.ગઇકાલની તુલનામાં સંક્રમણની સંખ્યાંમાં 2 હજાર 369 વધારો નોંધાયો છે.ગત 24 કલાકમાં 1 લાખ 38 હજાર 331 લોકો કોરોનાથી સાજા થયા છે. હાલમાં સક્રિય કેસની સંખ્યાં 15 લાખ 50 હજાર 370 થયો છે જ્યારે રીકવરી રેટ 94 પોઇન્ટ 51 ટકા નોંધાયો છે.