દેશમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજાર 229 નવા કેસ નોંધાયા છે
Live TV
-
સરકાર અને સામાન્ય જનતાના સહિયારા પ્રયાસથી દેશમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે.ત્યારે રવિવારે કોરોનાના 10 હજાર 229 નવા કેસ નોંધાયા છે તો 11 હજાર 926 દર્દીઓ સાજા થયા છે.આ સાથે દેશમાં સાજા થવાનો દર 98.26 ટકાએ પહોંચ્યો છે.અત્યાર સુધીમાં દેશમાં 3 કરોડ 38 લાખ 49 હજાર 785 લોકો સ્વસ્થ થયા છે.જ્યારે હાલ દેશમાં 1 લાખ 34 હજાર 96 સક્રિય કેસ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 113 કરોડથી વધારે વેકસીનના ડોઝ અપાયા છે.કોવિડ-19ના યોગ્ય 80 ટકા વસ્તીને રસીનો પ્રથમ ડોઝ અપાય ચુક્યો છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપીને કહ્યું કે આ લોકોનું ધૈર્ય અને દ્રઢ સંકલ્પ છે. જેના પગલે કોવિડ-19ના દેશની 80 ટકા વસ્તીને પ્રથમ ડોઝ અપાયો છે.આ મહત્વપૂર્ણ ઉપલબ્ધીના મુળ સરકારના દરેક ઘર-ઘર અભિયાનમાં છે.જેનાથી રસીકરણ અભિયાન ઘર-ઘર પહોચી રહ્યું છે.ઓરિસ્સામાં આજથી ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓ માટે શાળા ખુલશે. રાજ્ય સરકારે શાળામાં કોરોનાના દિશા-નિર્દેશોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. સરકારે કહ્યું છે કે અભ્યાસ ઓફ લાઇન તેમજ ઓનલાઇન બન્ને રીતે આયોજીત કરવામાં આવશે. શાળામાં અભ્યાસ કરવા આવવા માતા-પિતાનું સંમતિપત્ર જરૂરી છે.