ગુજરાતમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા, અમદાવાદમાં 15 કેસ નોંધાયા
Live TV
-
ગુજરાતમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. 24 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. 24 કલાકમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા છે. 24 કલાકમાં રાજ્યમાં બપોરે 4 વાગ્યા સુધીમાં 4 લાખ 62 હજાર 380 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 7 કરોડ 48 લાખ 2 હજાર 595 ડોઝ અપાઈ ચૂક્યા છે. કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 15, સુરતમાં 3 તો વડોદરામાં 4 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 8 લાખ 16 હજાર 654 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ચૂક્યા છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 235 છે. તહેવારોમાં કોરોનાના કેસમાં આંશિક રીતે વધારો થતા મહાનગરપાલિકાઓમાં કોરોનાના ટેસ્ટિંગ વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વધુને વધુ લોકોને રસીકરણમાં જોડાવવાની અપીલ કરાઈ છે.