ગુજરાતમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા, 24 કલાકમાં 3,67,046 લોકોનું રસીકરણ
Live TV
-
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. 26 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 9, સુરત-વડોદરામાં 6-6 તો ગાંધીનગર, ભરૂચ, કચ્છ અને નવસારીમાં કોરોનાના 1-1 કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. 22 નવેમ્બરે સાંજે 4 વાગ્યા સુધીમાં 3,67,046 લોકોએ કોરોનાની રસી લીધી. અત્યાર સુધી રાજ્યમાં 8.16,831 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના 309 એક્ટિવ કેસ છે.