દેશમાં ફરીથી વધુ નોંધાયા કોરોનાના નવા કેસો, કેરળમાં સૌથી વધારે કેસો નોંધાયા
Live TV
-
છેલ્લાં 24 કલાકમાં દેશમાં 46 હજારની વધુ નવા કેસ નોંધાયા છે, જે પૈકી એકલા કેરળ માંથી જ 31 હજારથી વધુ નવા કેસ નોંધાતા રાજ્ય સરકારની ચિંતામાં વઘારો થયો છે
દેશમાં ફરી એકવખત વધતા કોરોના કેસના આંકથી ચિંતાની બાબત બની છે.. ત્યારે છેલ્લાં 24 કલાકમાં દેશમાં 46 હજારની વધુ નવા કેસ નોંધાયા છે, જે પૈકી એકલા કેરળ માંથી જ 31 હજારથી વધુ નવા કેસ નોંધાતા રાજ્ય સરકારની ચિંતામાં વઘારો થયો છે. દેશમાં સૌથી વધુ કેરળમાં છેલ્લાં 24 કલાકમાં 31 હજાર 445 નવા કેસ નોંધાયા છે, તો સામે 34 હજાર 242 દર્દીઓ સ્વસ્થ થયાં છે. જ્યારે દેશમાં છેલ્લાં 24 કલાકમાં 605 જેટલાં દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે દેશભરમાં કોરોના વેક્સીન લેનારાઓનો આંકડો 60.38 કરોડને પાર કરી ગયો છે. એક્ટિવ કેસની સંખ્યા કુલ કેસોના માત્ર 1.03 ટકાની છે. જ્યારે રિકવરી રેટ 97.63 ટકાનો છે.