Skip to main content
Settings Settings for Dark

ભારતની પ્રથમ એમ.આર.એન.એ આધારીત કોવિડ રસીને આગામી તબક્કાના પરીક્ષણ માટે મળી મંજૂરી

Live TV

X
  • પુણેની જે. ટેકનીકલ કંપની જીનોવા બાયો ફાર્માસુટીકલ લિમીટેડ એમ.આર.એન.એ આધારીત કોવિડ રસી XCGO-19 ઉપર કામ કરી રહી છે

    ભારતની પ્રથમ એમ.આર.એન.એ આધારીત કોવિડ રસીને બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે ભારતીય ઔષધી મહાનિયંત્રક થી મંજુરી મળી ગઇ છે. પુણની જે. ટેકનીકલ કંપની જીનોવા બાયો ફાર્માસુટીકલ લિમીટેડ એમ.આર.એન.એ આધારીત કોવિડ રસી XCGO-19 ઉપર કામ કરી રહી છે. તેમણે પ્રથમ ચરણના વચગાળાના પરીક્ષણનો ડેટા કેન્દ્રીય ઔષઘ માનક નિયંત્રક ને સોપ્યો છે. વિજ્ઞાન અને ટેકનીકલ મંત્રાલયે કહ્યું છે કે વેકસીન નિષ્ણાત સમિતી એ પ્રથમ ચરણના અંતિમ ડેટાની સમિક્ષા કરી હતી. જેમાં  XCGO-19 વેકસીન સંતોષજનક, સુરક્ષીત અને પ્રતિરક્ષક જણાયું છે. દરમિયાન દેશમાં રસીકરણ ઝડપથી ચાલી રહ્યું છે. દેશભરમાં ઇ-સંજીવની દ્વારા એક કરોડથી વધુ લોકોને ટેલી પરામર્શ સેવાઓ આપવામાં આવી છે. દેશભરના 701 જિલ્લામાં જનતા દ્વારા ઇ-સંજીવનીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇ-સંજીવનીના રોગીઓમાં 56 ટકા મહિલાઓ છે. મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે ઇ-સંજીવની દ્વારા ટેલી-પરામર્શમાં એક કરોડ દર્દીઓમાંથી શુન્ય પોઇન્ટ પાંચ ટકા 80 વર્ષ કે તેનાથી ઉપરના છે. જ્યારે 18 ટકા 20 વર્ષ કે તેનાથી નાની ઉમરના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply