દેશમાં સૌપ્રથમ વાર બાળકીના કેન્સરગ્રસ્ત જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરીથી પુન:સ્થાપિત કરાયુ
Live TV
-
ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ એટલે કે GCRI ના તબીબોએ ફરી એક વખત પોતાની કાર્યક્ષમતાનો પરચો દર્શાવ્યો છે. GCRI ખાતે 4 વર્ષની કેન્સર પીડિત બાળકીના જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી દ્વારા પુન:સ્થાપિત કરવામાં આવ્યું છે. દેશમાં આવો કિસ્સો સૌ પ્રથમવાર બન્યો છે. GCRI ના તબીબોએ આ અંગે વાત કરતા જણાવ્યું હતુ કે, દેશ અને વિશ્વમાં દુર્લભ ગણાય તેવી આ સર્જરી તેમણે સફળતાપૂર્વક પાર પાડી છે. બાળકીનું જડબું પગના હાડકામાંથી બનાવીને પ્લાસ્ટીક સર્જરી કરવામાં આવી છે.
જૂનાગઢ ભવનાથની તળેટીમાં રહેતા ઝેનાબને જડબાના ભાગમાં સાર્કોમાં ગાંઠ જોવા મળી હતી. સાર્કોમાં એક પ્રકારની દુર્લભ ગાંઠ છે. તેમાં પણ 4 વર્ષની બાળકીમાં જોવા મળી હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો. પ્લાસ્ટિક સર્જન ડૉ. હેમંત સરૈયા કહે છે કે, ઝેનાબના કિસ્સામાં કેન્સર ગ્રસ્ત જડબાનો ભાગ કાઢવામાં ન આવે તો મોઢાના અન્ય ભાગમાં કેન્સર ફેલાવાની શક્યતાઓ પ્રબળ હતી, પરંતુ માઇક્રોવેસ્ક્યુલર સર્જરી દ્વારા દર્દીને નવુ જીવન મળ્યુ છે.