દેશમાં 24 કલાકમાં કોરોનાના 3,714 નવા કેસ નોંધાયા, 7 દર્દીઓના મોત થયા
Live TV
-
દેશમાં કોરોનાના કેસમાં થયેલા આંશિક વધારા બાદ આજે આંશિક રીતે કોરોનાના કેસ ઘટ્યા છે. આજે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા કોરોના કેસના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,714 કેસ નોંધાયા છે. સાથે જ 2513 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા 24 કલાકમાં 7 દર્દીઓના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 4,26,33,365 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ચુક્યા છે. હાલ દેશમાં કુલ 26,976 સક્રિય કેસ છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,07,716 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના 85.32 કરોડ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 13,96,169 ડોઝ આપવામાં આવ્યા હતા. તેની સાથે જ દેશનો કુલ રસીકરણ આંક 194.27 કરોડથી વધુ રસીના ડોઝ પર પહોંચ્યો છે.