વલસાડ જિલ્લામાં આજે આયુષ્માન ભારત અંતર્ગત મેગા કેમ્પ PM-JAY કાર્ડ માટે હાથ ધરાયું મહા અભિયાન
Live TV
-
વલસાડ જિલ્લામાં આજે આયુષ્માન ભારત અંતર્ગત મેગા કેમ્પ PM-JAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડ ઇસ્યુ કરવાનું મહા અભિયાન જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, CSC (કોમન સર્વિસ સેન્ટર) અને ગ્રામ પંચાયત કચેરી ખાતે હાથ ધરવામાં આવ્યું
આરોગ્ય વિભાગ તથા પંચાયત વિભાગના સંકલનથી છેલ્લા 20 દિવસમાં વલસાડ જિલ્લામાં 20963 અને છેલ્લા 7 દિવસમાં જ 8994 PM-JAY કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ કાર્ડ મોટી બીમારી સમયે કુટુંબદીઠ વાર્ષિક રૂપિયા 5 લાખ સુધીનું વિના મૂલ્યે ઓપરેશનનું કવચ પુરૂં પાડે છે. પાત્રતા ધરાવતાં તમામ લાભાર્થીઓને આ લાભ મળે એવા શુભ આશયથી આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, CSC (કોમન સર્વિસ સેન્ટર) અને ગ્રામ પંચાયત કચેરીઓ મળી કુલ 221 સેન્ટરો ખાતે સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેના માટે સંલગ્ન મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, તલાટી, ગ્રામ પંચાયત VCE અને આશા બહેનોનો સંપર્ક કરવાનો રહેશે.
આયુષ્માન ભારત PM-JAY કાર્ડ ઇશ્યુ કરવાના આ મહા અભિયાનમાં કાર્ડ વિના મૂલ્યે બનાવવા માટે જરૂરી દસ્તાવેજો ઉપયોગમાં લેવામાં આવશે.