રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ: જાણો, કેમ શા માટે ડોક્ટર્સ દિવસ મનાવવામાં આવે છે?
Live TV
-
ભારતમાં 1 જુલાઈના રોજ ડૉ. બિધાન ચંદ્ર રોયના જન્મદિવસની યાદમાં દર વર્ષે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ઉજવવામાં આવે છે
ડોક્ટર, જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહેલા દર્દીને માત્ર સારવાર જ નહી પરંતુ તેમને એક નવું જીવનદાન પણ આપે છે.
આપણા દેશમાં પ્રાચીનકાળથી વૈદ્ય પરંપરા રહી છે, જેમાં ધન્વંતરી, ચરક, સુશ્રુત આજે જીવક રહી ચુક્યા છે. ધન્વંતરીને ભારતમાં એક ભગવાન તરીકે પૂજવામાં આવે છે. લોકોના આરોગ્યની સુખાકારી માટે દિન-રાત અથાક મહેનત કરતા ડોક્ટર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ભારતમાં 1 જુલાઈના રોજ ડૉ. બિધાન ચંદ્ર રોયના જન્મદિવસની યાદમાં દર વર્ષે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ઉજવવામાં આવે છે. ભારતમાં ઈ.સ. 1991થી આ દિવસ ઉજવવામાં આવે છે. ડોકટરને તેમના યોગદાન માટે સલામ કરવા ઉપરાંત, ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી તથા ખૂબ જ જાણીતા ફીઝીશિયન અને શિક્ષણવિદ ડૉ. બિધાન ચંદ્ર રોયની જન્મ અને મૃત્યુ જયંતિને પણ ચિહ્નિત કરે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપનામાં તેમની મહત્વની ભૂમિકા હતી. તેમને 1961માં ભારતરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ દિવસ નિમિત્તે અમદાવાદની શૈલ્બી હોસ્પિટલ ખાતે દર્દીઓ અને ડોકટર્સ દ્વારા આ દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે અસાધ્ય રોગોમાંથી સ્વસ્થ થયેલા દર્દીઓએ, ડોક્ટર્સનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ડૉ. પંકજ શાહ દ્વારા લખવામાં આવેલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં ગંભીર બીમારીની સારવાર દરમિયાન ડોક્ટરો અને દર્દીઓ વચ્ચેના આત્મીય સંબંધોના જાત અનુભવના પ્રસંગો રજૂ કર્યા.