રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 632 કેસ નોંધાયા
Live TV
-
આજે કોરોનાના કારણે વલસાડમાં એક દર્દીનું મૃત્યું થયું છે.
રાજ્યમાં આજે કોરોનાના 632 કેસ નોંધાયા છે... રાજ્યમાં કુલ એકટિવ કેસની સંખ્યાં 3 હજાર 289 છે... જેમાં 6 દર્દી વેન્ટીલેટર પર છે. આંકડાકીય માહિતી જોઇએ તો અમદાવાદમાં 262,, સુરત જિલ્લામાં 85 જ્યારે સુરત શહેરમાં 18 કેસ નોંધાયા છે. વડોદરામાં 37, મહેસાણામાં 30, ગાંધીનગરમાં 43 કેસ નોંધાયા છે. આજે કોરોનાના કારણે વલસાડમાં એક દર્દીનું મૃત્યું થયું છે. આજે રાજ્યભરમાં 48 હજાર 047 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં સાજા થવાનો દર 98 પોઇન્ટ 85 ટકા નોંધાયો છે.