રાજ્યમાં કોરોના કેસમાં ફરી ઉછાળો જોવા મળ્યો, દૈનિક કેસો 1 હજારની નજીક પહોંચ્યા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો હવે 1 હજારને નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યની અંદર કોરોનાના નવા 979 કેસ નોંધાયા છે. જ્યારે 873 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આજે અમદાવાદમાં 344, મહેસાણામાં 103, વડોદરામાં 74, સુરતમાં 72, રાજકોટમાં 55, કચ્છમાં 46, ભાવનગરમાં 38, ગાંધીનગરમાં 51, જામનગરમાં 14, જૂનાગઢમાં 4 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,19,537 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 12,34, 243 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 98.66 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર કોરોનાના કુલ એક્ટિવ 5781 કેસો છે. ઉલ્લેખનીય છે કે, આગામી 30મી સપ્ટેમ્બર સુધી 18 થી 59 વયનાં લોકોને ફ્રી પ્રિકોશનરી ડોઝ અપાશે.